Sunday, 20 November 2011

Hetal Mahendrakumar Sangani: હવે..................

આંખ માંથી નીકળતા આંસુને સમજાવી દીધા છે,
હોઠ પર સ્મિત લાવી દો હવે.

પહેલા ઝાકળના બિંદુમાં જોયા હતા,
તમને જ જોઈ રહ્યો છું મૃગજળમાં હવે.

તમારી સાથે સરળ જીવન લાગતું મને,
પણ જીવન લાગે છે ઝંઝાવાત હવે.

જે બાગમાં સાથે ફૂલ-છોડ રોપ્યા હતા,
તે જ બાગમાં ફૂલ છે પણ પરિમલ નથી હવે.

તેમને પામવાની ઝંખના છોડી દો હવે,
એ તોક્યાર્નાય થઇ ગયા છે પરાયા હવે.

Thursday, 3 November 2011

For Hetal Mahendrakumar Sangani: પ્રેમ છે

પ્રેમ છે અમોને તેમના પ્રત્યે,
પણ નથી તેનું ભાન તેમને અમો પ્રત્યે.

સ્વપ્નો આવે છે તેમના જ બસ દિવસ-રાત,
કેવું અજબ આકર્ષણ છે તે ચહેરા નું.

નજર સામે બસ તે જ આવે છે,
વિચારોમાં બસ તેમના જ, વિચાર આવે છે.

ખુદનો વિચાર કઈ રીતે કરું? યાદ આવે છે દરેક પળે, તે હસતો ચહેરો,
જે કોઈક પળે જ જોવા મળે છે.

ઝંખના છે દીપ ને ગીત ગીતની,
બસ સમજે તો જિંદગી બની જાય.

Tuesday, 1 November 2011

For Hetal Mahendrakumar Sangani: बिन तेरे....

अगर आंसू ना होते आँखों में,
तोह आँखें इतनी खूबसूरत ना होती.

अगर दर्द ना होता दिल में,
तो ख़ुशी की कीमत पता ना होती.

अगर बेवफाई ना की होती वक़्त ने,
तो वफ़ा की कभी चाह्त ना होती.

अगर मांगने से पूरी हो जाती मुरादें,
तोह उस खुदा की कभी ज़रूरत ना होती.....

कुदरत के करिश्मो में अगर रात ना होती,
ख्वाबों में भी उनसे मुलाक़ात ना होती.

यह दिल हर एक गम की वजह है,
ये दिल ही ना होता तोह कोई बात ही ना होती...

और अगर इस जिंदगी में तू ना आती जालिम,
तोह यह जिंदगी, जिंदगी ही ना होती.

Monday, 31 October 2011

For Hetal Mahendrakumar Sangani: તારે કારણ

એક આંસુ તમને ખર્યું ને,
હૃદય ખારું થઇ ગયું મારું.

એક હાસ્ય નું ઝરણું તમને સ્ફૂર્યુંને,
હૃદય બાગ થઇ ગયું મારું.

એક પગલું દૂર જવાનું તમે ભર્યું ને,
હૃદય આગ થઇ ગયું મારું.

આ આગથી ભીતર સળગી સળગી,
જીવન રાખ થઇ ગયું મારું.

Wednesday, 19 October 2011

For Hetal Mahendrakumar Sangani: તું જ છો

ભુલાઈ ના શકી તેવી મીઠડી યાદ છો,
વિસરાઈ ગયેલ એ મનોહર સાદ છો!

વાગી ના શક્યું મુજથી એ તંતુવાદ્ય છો,
વાસંતી વાયરા નો મંગળ પ્રસાદ છો!

પ્રીતના સાગર તમો, ઉદધિ આગથ છો,
નભ તારામંડળનું ઝુમખું એકાદ છો!

તું જ દાદ, તું જ ફરિયાદ છો,
તું જ જીવનનો નીતર્યો વિષાદ છો!
તું તો અષાઢી હેલી ખાબકતો વરસાદ છો!

Sunday, 16 October 2011

For Hetal Mahendrakumar Sangani: મારી ઝંખના

ઝંખના છે કે મને રોજે મળે,
સપનું થઇ રોજે મને રાતે મળે,
જોઈતી નથી કઈ ખુશી મારે હવે,
આંસુ ભીની આંખ થી જે નીકળે,
 શોધવામાં જીંદગી આખી ગઈ,
એ મળી ગયું જો મને પગની તળે,
ફક્ત મારે તો તને જોવી હતી,
કાશ! મારું આજ સપનું ફળે,
મળી ગઈ છે આપની આંખો છતાં,
લાગે બીક કે હૈયું ભળે,
રાખું છું વિશ્વાસ હું તારા ઉપર,
ના બને એવું નજર તારી છળે,
વાત મારે જે તને કહેવી હતી,
અટકી ગઈ આવી ગળે,
ઝંખના છે એટલી,
સદા પ્રેમ્દીપ ઝળહળે.