Monday 23 January 2012

Hetal Mahendrakumar Sangani: ઉગ્યો પૂનમનો ચાંદ

જયારે અંધારા ભણી નીકળી એ મધરાત,
ત્યારે અજવાળા પાથરતો ઉગ્યો પૂનમનો ચાંદ.

ખુલ્લું આકાશ જોઇને એને પણ મહાલવું હતું,
એટલે તો દિ' આથમતા ઉગ્યો પૂનમનો ચાંદ.

નજર એને શું લાગવાની! બધાથી અળગો છે,
છતાયે ઘરથી થોડે દૂર ઉગ્યો પૂનમનો ચાંદ.

જો જો તમે, એ પણ પીગળી જવાનો સવારથી,
અત્યારે ભલે પાંગરતો ઉગ્યો પૂનમનો ચાંદ.

આ સુદ અને વદ માં શું રાખવું યાદ,
થઇ હશે પૂનમ! એટલે જ ઉગ્યો પૂનમનો ચાંદ.